Vicharo ni ramat

વિચારો  ઊંડા છે, કયાંક ડૂબી ન જતો. તરતા આવડવા છતા કયાંક દૂર વીસરી ન જતો. વિચારો નો વિચાર કરતા કયાંક ખોવાઈ ન જતો. હે! માનવી આ વિચારો ની જાળ મા તુ કદી ફસાઈ ન જતો. સંભાળજે......!સંભાળજે આ મગજમા રમાતા સાચા-ખોટા, દલીલ-વલણ ની રમતમા તારા અસ્તિત્વ ની સાથે તુ રમી ના જતો. આ વિચારો ની માયા જાળ મા હ્રદય સાથે ચેનચાળા કરી ન જતો. વિચારો તો ભ્રમિત કરવા માટે 'જ' સર્જાયા છે,  એ માયાજાળ મા ગોથું ખાઈ ન જતો. Think positive be positive નુ સ્મરણ કરજે  કદાચ એજ તારા નિર્ણય મા તને મદદ કરશે. વિચારો નો વિચાર કરતા કરતા સમય નીકળી જશે,પાછુ વળીને જોવામા કયાંક ડબ્બો ન ચૂકે. સારા વિચાર મા મન પોરવજે, અને ખરાબ વિચારો  નો ટોપલો મન-મગજ માથી બહાર ફેકી મુકજે.

-  કૃપા શાહ

Comments

Post a Comment