Vicharo ni ramat
વિચારો ઊંડા છે, કયાંક ડૂબી ન જતો. તરતા આવડવા છતા કયાંક દૂર વીસરી ન જતો. વિચારો નો વિચાર કરતા કયાંક ખોવાઈ ન જતો. હે! માનવી આ વિચારો ની જાળ મા તુ કદી ફસાઈ ન જતો. સંભાળજે......!સંભાળજે આ મગજમા રમાતા સાચા-ખોટા, દલીલ-વલણ ની રમતમા તારા અસ્તિત્વ ની સાથે તુ રમી ના જતો. આ વિચારો ની માયા જાળ મા હ્રદય સાથે ચેનચાળા કરી ન જતો.
વિચારો તો ભ્રમિત કરવા માટે 'જ' સર્જાયા છે,
એ માયાજાળ મા ગોથું ખાઈ ન જતો. Think positive be positive નુ સ્મરણ કરજે કદાચ એજ તારા નિર્ણય મા તને મદદ કરશે.
વિચારો નો વિચાર કરતા કરતા સમય નીકળી જશે,પાછુ વળીને જોવામા કયાંક ડબ્બો ન ચૂકે.
સારા વિચાર મા મન પોરવજે, અને ખરાબ વિચારો
નો ટોપલો મન-મગજ માથી બહાર ફેકી મુકજે.
- કૃપા શાહ
This comment has been removed by the author.
ReplyDeleteGreat lines 🎀❤😍
ReplyDeleteGreat lines 🎀❤😍
ReplyDeleteTysm😘
Delete